કાર્યઊર્જા પ્રમેયની અગત્યતા જણાવો અને કાર્યઊર્જા પ્રમેય સદિશ છે કે અદિશ ?
$(1)$ જો પદાર્થની ગતિઊર્જામાં ફેરફાર $\Delta K$ શૂન્ય હોય, તો પદાર્થ પર થતું કાર્ય શૂન્ય હોય અને ગતિઉર્જી અચળ રહે તેથી પદાર્થની ઝડપ અચળ રહે.
દા.ત. : નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં કણની ઝડપ અચળ હોય અને કાર્ય શૂન્ય થાય.
$(2)$ જો પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં હોય કે સ્થાનાંતરને બળની દિશામાં કોઈ ધટક હોય, તો પદાર્થ પર કાર્ય થાય તેથી પદાર્થની ગતિઊર્જામાં વધારો થાય.
દા.ત.:મુક્તપતન પામતો પદાર્થ.
જો પદાર્થનું સ્થાનાંતર બળની વિરુદ્ધ દિશામાં હોય કે સ્થાનાંતરને બળની વિરુદ્ધ દિશામાં કોઈ ઘટક હોય,તો પદાર્થ વડે કાર્ય થયું કહેવાય તેથી પદાર્થની ગતિઊર્જામાં ધટાડો થાય.
દા.ત. : ગુરુત્વાર્ષણની અસર હેઠળ ઉંચે ફેંકેલો પદાર્થ.
લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલાં તોપ ગોળો $m_1$ અને $m_2$ ના બે ભાગોમાં વિસ્ફોટ પામે છે. જો વિસ્ફોટ પછી તરત જ $m_1$ દળ $u$ ઝડપથી ગતિ કરે તો વિસ્ફોટ દરમિયાન આંતરિક બળો વડે થયેલ કાર્ય કેટલું છે
એક સાઇકલ-સવાર $1 0 \,m$ અંતર ઘસડાઇને સ્થિર થાય છે. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાઇકલ પર લાગતું $200 \,N$ બળ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. $(a)$ રસ્તા વડે સાઇકલ પર કેટલું કાર્ય થયું હશે ? $(b)$ સાઇકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થયું હશે ?
બે દડા $A$ અને $B$ ને એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી $A$ એ ઉપર તરફ અને $B$ એ નીચે તરફ ફેંકવામાં આવે છે (બંને શિરોલંબ દિશામાં). જો $v_{A}$ અને $v_{B}$ એ અનુક્રમે તે બંને નો જમીન પર પહોચે ત્યારનો વેગ હોય તો ......
$1$ $kg$ દળ ધરાવતા એક કણ પર $F=6t$ નું સમય આધારિત બળ લાગે છે.જો કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો પ્રથમ $1$ $sec.$ માં બળ વડે થતું કાર્ય ............... $\mathrm{J}$ હશે.
ઊર્જાના વિવિધ સ્વરૂપો વચ્ચેની સામ્યતા લખો.